સાવરકુંડલા શહેરમાં સત્વ અટલધારા કાર્યાલય ખાતે તારીખ ૨૩ નવેમ્બર, શનિવાર અને ૨૪ નવેમ્બર, રવિવાર આમ બે દિવસ માટે ૭૦ વર્ષ કે તેથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનુ આયોજન કરેલ હતું.
આ યોજના ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટૅ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરુ કરાયો છે, જે અંતર્ગત સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો. મિના સાહેબ, અર્બન હેલ્થ ઓફીસર શ્રી ડો. સમીર સાહૅબ તથા ડૉ. રૉહિત સાહેબ ઉપરાંત સુપરવાઈર શ્રી સંજયભાઈ મહેતા, જીગ્નેશભાઈ કાકડીયા દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત મોટી આફતમાં લાભ મળે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટરના MPHW ભાઈઑ માર્ગદર્શન પુરુ પાડીનૅ ૭૩૦ જેટલા આયુષ્યમાન વય વંદના કાર્ડ કાઢવાનું લક્ષ્યાંક પૂર્ણ કર્યું છૅ.
ટુંક સમયમાં તમામ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર વરિષ્ઠનૅ હાલની સિનિયર સિટિઝન કેટેગરી હેઠળ ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝનની નોંધણી કરી “આયુષ્માન કાર્ડ” કાઢવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
બિપીન પાંધી સાવરકુંડલા