Gujarat

બાબરા ભાજપ નો આગેવાન અને આયુર્વેદિક સીરપ નો મુખ્ય આરોપી મુળશંકર તેરૈયા પાસા હેઠળ જેલમાં ધકેલાયો

બાબરા ભાજપ નો આગેવાન અને આયુર્વેદિક સીરપ નો મુખ્ય આરોપી મુળશંકર તેરૈયા પાસા હેઠળ જેલમાં ધકેલાયો

બાબરા ના કહેવાતા મળતીયાઓ આગેવાનો એ આરોપી ને છોડાવવા મહેનત કરી પણ તંત્ર સામે ન ચાલીયુ

*અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, સિરપના નામે ગેરકાયદેસર નશાયુકત પીણાની પ્રવૃતિ કરતા ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી.*

ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓઓ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર નશાયુકત આયુર્વેદિક સિરપના નામે કેફીપીણાનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં આયુર્વેદીક સિરપના નામે નશાયુકત પીણાના પ્રવૃત્તિ કરતા ઇસમ મુળશંકર મણીશંકર તેરૈયા, ઉ.વ.૪૨, રહે.બાબરા, સ્વામીનારાયણ નગર, તા.બાબરા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.આવા ગેરકાયદેસર નશાયુકત આર્યુવેદિક સિરપના નામે કેફી પીણાના ધંધાર્થીની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ અંકુશ લાવવાનું જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયા નાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા મળશંકર મણીશંકર તેરૈયાને પાસા વોરંટની બજવણી કરી, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

*પાસા અટકાયતી મુળશંકર મણીશંકર તેરૈયાનો ગુનાહિત ઇતિહાસઃ-*

*પાસા અટકાયતી મુળશંકર મણીશંકર તેરૈયા વિરુધ્ધમાં નીચે મુજબના નશાયુકત પીણાના વેચાણ, સંગ્રહ અન્વયેના નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.*

(૧) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૩/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ.

(૨) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૪/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ.

(૩) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૮/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ) (ઈ), ૧૧૬(બી), ૮૧ મુજબ.

(૪) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૩૦૬/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ.

*આમ,ગેરકાયદેસર નશાયુકત આર્યુવેદિક સિરપના નામે કેફી પીણાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા
ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી,જેલ હવાલે કરી,પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામેચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

અહેવાલ દિપક કનૈયા બાબરા

IMG-20240106-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *