સ્થાપના દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ
સંખેડા તાલુકામાં આવેલ બહાદરપુર પ્રાથમિક શાળાના ૧૪૯ વર્ષ પુરા થતા ૧૫૦ માં વર્ષમાં શાળાનો પ્રવેશ થયો હતો. ૧૫૦ વર્ષ થી પાયાનું શિક્ષણ પૂરું પાડતી પ્રાથમિક શાળાની સ્થાપના દિનની ઉજવણી ભારે ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ માં શાળાના આચાર્ય , શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ છોટા ઉદેપુરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જગદીશભાઈ બારોટ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , સહ સંગઠન મંત્રી પ્રવીણ સિંહ ઝાલા , સંખેડા તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટી ના પ્રમુખ પાનોલા હિમાંશુ ભાઈ , મંત્રી અશ્વિનભાઈ કનોજીયા , સંખેડા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અલ્કેશશભાઈ પટેલ , મંત્રી હિરેન ભાઈ પટેલ , રાજ્ય પ્રતિનિધિ યોગેશભાઈ પટેલ , સંગઠન મંત્રી વિજય સિંહ ગોહિલ , તેમજ મયુરદાન ગઢવી , અલ્પેશભાઈ રાવળ, રામભાઈ તળપદા સહિત હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળાના આચાર્ય મંગુબેન અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું

