Gujarat

જુનાગઢ ખાતે બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ નુ આયોજન કરવામાં આવ્યુ

વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું જુનાગઢ વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ખાતે 19 મે રવિવાર થી 26 મે રવિવાર આઠ દિવસનો રહેશે જેમાં વિવિધ શારીરિક-બૌદ્ધિક કાર્યક્રમો યોજવામાં આવશે.યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના 26 જીલ્લાના દરેક તાલુકા માં લગભગ 200 થી વધુ ભાગ લેનાર તમામ બજરંગી યુવાનોને જુડો કરાટે,લક્ષ્ય ભેદ,લાઠી દાવ,ઓબ્સ્ટીકલ,ધર્નુવિધા(તીરંદાજી),રમતો,યોગાસન,ધ્યાન અને સુર્યનમસ્કાર,ઘોડેસવારી જેવી શારીરિક તાલીમ આપવામાં આવે છે તથા વર્તમાન સમયને ધ્યાનામાં રાખીને બૌધ્ધિક વિષયો અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ કાર્ય પધ્ધતિ, વિ.હિ.પ ૫ષ્ઠી પુર્તી વર્ષ, અખંડ ભારત તથા હનુમાનજીનું તથા શિવાજીનું જીવન ચરિત્ર,ગીત સ્પર્ધા-દેશભક્તિ ગીત કાર્યક્રમ અને ચર્ચાસત્ર દરમ્યાન અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે.વર્ગમાં પ્રાંત,પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે.
આ વર્ગમાં આજે પ્રથમ દિવસે ઉધઘાટન શત્ર યોજાયુ જેમા સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુપતભાઇ ગોવાણી, ભાવેશભાઇ ઠકકર, રવિરાજસિંહ જાડેજા, લાખાભાઇ, વિપુલભાઇ અગ્રાવત નાનજીભાઈ શાખ, સહિત વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળના અઘીકારીઓ ઉપસ્થિત હતા,