Gujarat

જોડિયા તાલુકાના બાલાચડી ગામ દરિયા કિનારે આવેલું છે.અને આ જગ્યાએ વર્ષો જૂના બે શિવ મંદિરો આવેલા છે. શ્રી બલેશ્વર મહાદેવ મંદિર અને શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલાં છે

આજ રોજ શ્રlવણ વદ અમાસ ને સોમવાર હિન્દુ ધર્મમાં સર્વ પિતૃ અમાસ તરીખે ઓળખાય છે.અને આજ રોજ તમામ હિન્દુ સમાજના પરિવાર માંથી નાના અને મોટા કોઈપણ વ્યક્તિ ઓનું દુઃખદ અવસાન થયું હોય.તેમની પાછળ આજના દિવસે પારસ પીપળો.વડ.તુલસી ના ક્યારે સર્વ પિતૃ તર્પણ કરીને તેમને યાદ કરીને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે હેતુથી પરિવાર જનો દ્વારા પાણી પીવડાવવા નો મહિમા અપરંપાર થી ચાલ્યું આવે છે.
અને હાલમાં પણ પરિવાર જનો આ રીતરિવાજ ને માને ત્યારે આજના દિવસે બાલાચડી દરિયા કિનારે બે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર અને શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું મંદિર આવેલાં છે. આ જગ્યા એ લગભગ દૂર દૂર ગામોમાંથી કારતક.ચેત્ર.ભાદરવા આ ત્રણ મહિનામાં  પિતૃ કાર્ય કરવા માટે આ જગ્યા એ જ આવે છે.
અને જ્યારે પણ કોઈ વ્યક્તિઓનું અસ્થી વિસર્જન ગોમતી ઘાટે કરવા માટે પણ આ જ જગ્યાએ વિસર્જન કરવામાં આવે છે.તો આજે સોમવતી અમાસના દિવસે આ ધાર્મિક જગ્યા એ અને પવિત્ર દરિયામાં સ્નાન કરી ને ધન્યતા અનુભવે છે.
  
તેવી માન્યતાઓ આજે પણ પ્રચલિત બની રહી છે.એક તો ધાર્મિક જગ્યા દરિયા કિનારો એટલે ફરવા હરવા નું સ્થળ નજીક ના સેન્ટરમાં આવેલ હોવાથી આજે આ જગ્યા એ માનવ મહેરમણમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે…………………..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.