Gujarat

ભચાઉમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બેસ્ટ પીયર એજ્યુકેટર અને બેસ્ટ એમ્બેસેટર એવોર્ડ એનાયત કરાયા

ભચાઉમાં આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત બેસ્ટ પીયર એજ્યુકેટર ઍવોર્ડ તેમજ આયુષ્ય માન ભારત અંતર્ગત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામના બેસ્ટ એમ્બેસેટરને ઍવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભચાઉ તાલુકાની શાળામાંથી ચાર શિક્ષકોને બેસ્ટ એમ્બેસેટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં પુજાબેન ઓઝા, ગુણાતીપુર પ્રા. શાળા, નિર્મલ સુતરીયા, ગઢડા પ્રા. શાળા, અંકિતાબેન પટેલ, સામખીયારી ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ, રોશનીબેન પ્રજાપતિ, જનાન પ્રા. શાળાને ઍવોર્ડ આપવામાં આવ્યાં હતા.

આ વેળાએ ભચાઉ પ્રાત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, ટીએચઓ ડો. નારાયણ સિંગ, તાલુકા શિક્ષણ અધિકારી, બી.આર.સી .વિજય પંડ્યા આઈસીડીએસ વિભાગમાંથી, સામખીયારી મેડિકલ ઓફિસર ડો હિરેન પડવી , આર.બી.એસ. કે ડૉ. નેહલ ડાંગર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપક દરજી, સીએચઓ નોડેલ તેજસ રાઠોડ, એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કીરેન પાતર, દિશા સુથાર હાજર રહ્યા હતા.

ભચાઉ તાલુકા ગામોમાં પીયર એજ્યુકેટરની ભૂમિકા ભજવતા એવોર્ડ વિનરને મહાનુભાવોના હસ્તે સન્માન એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં જાદવ રિદ્ધિ (લાયન્સ નગર, ભચાઉ )ઢીલા રૂપલ (ચોબારી), વાળદ રૂપલ (મેધપર), મેરિયા કિશન (ચોબારી), પ્રજાપતી યશ (જુના કટારીયા )ભરવાડ ક્રિષ્નાકુમાર (આધોઇ ), પંડ્યા ભકતીબેન (લાકડિયા), ગાંધી દિવ્યાબેન (વોન્ધ), પ્રજાપતિ મિત્તલ (આધોઇ)ને બેસ્ટ પીયર એજ્યુકેટરનો ઍવોર્ડ આપવામાં આવ્યા હતા.