Gujarat

છોટાઉદેપુર તાલુકાના હરવાંટના ઉગમ ફળીયામાં રહેતા ભારતભાઈ ભુચરભાઈ રાઠવા ગુમ થયા છે

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નં. ૩૧/૨૦૨૪ ના કામે હકિકત એવી છે કે ગઇ તા.૦૬/૧૦/૨૦૨૪ ના આશરે કલાક ૦૯/૦૦ વાગ્યાના સમયે જાહેરાત આપનાર વેચાતભાઈ ભુચરભાઈ રાઠવા નાઓનો ભાઈ ભારતભાઈ ભુચરભાઈ રાઠવા ઉ.વ.૨૭ રહે,હરવાંટ ઉગમ ફળીયા તા..જી.છોટાઉદેપુર નાઓ આસરે કલાક ૦૯/૦૦ વાગ્યાની આસપાસ હરવાંટ ગામેથી તેજગઢ બજારમાં મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે જવુ છુ તેમ જણાવી ક્યાંક જતો રહેલ છે જે આજદિન સુધી ઘરે પરત ન આવતા આજુ બાજુ તથા સગા સંબંધીમાં શોધખોળ દરમ્યાન મળી આવેલ ન હોય જે અંગે છોટાઉદેપુર પોલીસના ચોકમાં ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે.
જો કોઈ આ નામનો કોઈ વ્યક્તિ મળી આવે તો નીચેના સંપર્ક નંબર પર જાણ કરવા વિનંતી
કરવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન મો.નં.૭૪૩૩૯૭૫૯૩૫
ત.ક.અ.મો.નં. ૮૧૪૧૫૭૨૯૨૯
ગુમ થનારનું વર્ણન:-
શરીરે મજબુત બાધાનો છે. અને તેની ઉંચાઈ સાડા પાંચ ફુટની છે. અને બદનમાં લાલ કલરનું શર્ટ પહેરેલ છે. તેમજ કમરના ભાગે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. રંગે શ્યામ વર્ણન છે. પગમાં સ્લિપર પહેરેલ છે,એમ છોટાઉદેપુર પોલીસની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર