Gujarat

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી બફાટ મુદ્દે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા સાંસદ ભવન માં હિન્દુ વિરોધી બફાટ કરવામાં આવેલ, આ તબક્કે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા એ જણાવેલ કે, રાહુલ ગાંધીએ હિન્દુઓ ને હિંસાવાદિ ગણાવ્યા, સનાતન ધર્મ વિરૂદ્ધ બફાટ કર્યો છે.

ભારતમાં જ્યાં ૮૦% થી વધુ વસ્તી હિન્દુઓની છે, અને જ્યાં દરેક જાતિ જ્ઞાતિના લોકો સનમાન સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી દ્વારા આવો બફાટ અયોગ્ય હોય, જામનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે દેખાવો કરવાના આવેલ છે. રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ ઉઠી રહી છે.

આ તબક્કે, શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિત ગોવા શિપયાર્ડ ના ડાયરેકટર હસમુખ હિંડોચા, પૂર્વ કોર્પોરેટરો, શહેર સંગઠન હોદેદારો, પૂર્વ પ્રમુખ, મહિલા મોરચા, યુવા મોરચા, અનું મોરચા, વોર્ડ પ્રભારી શ્રી, વોર્ડ પ્રમુખો સહિત વિવિધ મોરચાના હોદેદારો, કોર્પોરેટર શ્રીઓ, સિક્ષણ સમિતિના સભ્યો, તથા વિશાળ સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિરોધ દર્શાવેલ.