ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ગુન્હાઓને લઈ ને લઈ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન શહેરના જિલ્લા જેલ પાસેથી આણંદ જિલ્લાના ખંભળોજ પોલીસ સ્ટેશનનાં છેલ્લા ચારેક વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતા એક ઈસમને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, આણંદ જીલ્લાના ખંભોળજ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી સુરેશ ઉર્ફે સુરો જયંતીભાઇ વાઘેલા રહે.ભાવનગર વાળો ભાવનગર જીલ્લા જેલની સામે આવેલ મેદાનમાં ભુરા કલરનુ ટી શર્ટ તથા કાળા કલરનુ નાઇટ પેન્ટ પહેરીને ઉભો છે.
જે હકીકત આધારે તપાસ કરતા નીચે જણાવેલ આરોપી હાજર મળી આવતા તેની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા હોવાનું જણાવેલ હોય તેની ધોરણસર અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.

