ભાયાવદર નગરપાલિકા દ્વારા સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
સ્વચ્છતા હી સેવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં રાજકોટ જિલ્લાના દરેક વિસ્તારમાં નાગરિકો જોમ-જુસ્સા સાથે ભાગ લેતા થયા છે. તહેવારોમાં પણ ઝુંબેશ હાથ ધરી રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરની નગરપાલિકા દ્વારા સમગ્ર શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશમાં નગર વિસ્તારની શેરીઓ, ઉકરડાના સ્થળોએ પણ સફાઇ હાથ ધરી, લીલા અને સૂકા કચરાને અલગ કરવામાં આવ્યો હતો,જેનું ચોકસાઈપૂર્વક વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,ભાયાવદર ગામમાં સ્વચ્છતા પ્રત્યે સજાગ બનીને વહીવટી તંત્ર તથા નાગરિકોના સહકાર થકી પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, સહકારી મંડળી સહિત જાહેર માર્ગોની સાફ-સફાઈ કરી અન્ય લોકોને સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યાં છે.