કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભૂમિપૂજન કરાયું..

ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉના સ્યુગર ફેકટરીના ગ્રાઉન્ડમાં હેલીપેડ પર ઉતર્યા હતા. અને ત્યાથી નજીક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના તેમજ સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કર્યું હતું.

આ તકે, સહજાનંદધામ અને ગુરૂકૂળના બાંધકામ-નિર્માણમાં સહયોગ આપનાર તમામ શ્રેષ્ઠીઓનું રાજ્યપાલશ્રી અને સંતો-મહંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયક દંડક કૌશિકભાઈ વેકરિયા, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, સ્વામી સર્વ માધવદાસજી, જ્ઞાનસ્વરૂપદાસજી, કૃષ્ણપ્રિયદાસજી, દેવકૃષ્ણદાસજી, ધર્મવલ્લભદાસજી, ધર્મજીવનદાસજી સહિત સંતો-મહંતો અને હરિભક્તો તેમજ દાતા ઈશ્વરભાઈ ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં ઉનાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમા જેવો અન્ન એવો ઓડકારના ન્યાયે સાત્વિક અને પોષણયુક્ત આહાર માટે તે પ્રકારની જમીન પણ જોઈએ. આ પ્રકારની જમીનનું નિર્માણ ફક્ત પ્રાકૃતિક કૃષિના સથવારે જ કરી શકીશું. આવનારી પેઢીને સશક્ત અને બળવાન બનાવવા માટે પોષણયુક્ત આહાર પ્રાકૃતિક કૃષિથી નીપજેલા ધનધાન્ય દ્વારા જ આપી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓથી આપણે ધરતીને ઝેરી અને બીનઉપજાઉ બનાવી દીધી છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનથી રાજ્યમાં 9.75 લાખ લોકો પ્રાકૃતિક કૃષિના અભિયાન સાથે જોડાયા છે. આ એક એવું અભિયાન છે. જેમાં કામ એક છે પરંતુ તેના લાભ અનેક છે. ત્યારે પ્રાકૃતિક કૃષિની દિશામાં વળવું એ અત્યંત આવશ્યક બની ગયું છે.

