Gujarat

આઈસીડીએસ શાખા છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે ભૂલકા મેળો 2024 કાર્યક્રમ યોજાયો હતો, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ભૂલકા મેળો 2024 કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા,પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારુલ વસાવા સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બાળકો દ્વારા યોજવામાં આવ્યો હતો. અને સમગ્ર કાર્યક્રમ સફળ થયો હતો.