અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ રમતગમત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સાવરકુંડલા ખાતે સાત ૭ એકર જમીનમાં રૂ. ૫ કરોડના ખર્ચ ઇન્ડોર મલ્ટીપરપઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે “તાલુકા રમતગમત સંકુલનુ ભૂમિપૂજન ” અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે આજરોજ કરવામાં આવેલ જેમાં જીલ્લાના ભાજપ પદાધિકરીઓ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચા અને સેલ પદાધિકારી, યુવા ભાજપના હોદ્દેદારો જીલ્લા પંચાયત સદસ્યો , તાલુકા પંચાયતના સદસ્ય શકિત કેન્દ્ર ઇન્ચાર્જ, સયોજક , પ્રભારી , તમામ ગામના સરપંચો તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના તાલુકા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ બેઝબોલ સોફ્ટબોલ સ્પોર્ટ્સમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તથા વ્યાયામ શિક્ષક દિપકભાઈ વાળા અને દિગ્વિજયસિંહ ઝાલા હાજર રહ્યા હતા .

