ગોંડલ નેશનલ હાઇવે ફરી એક વાર રક્તરંજિત બન્યો છે. શહેરના નવા યાર્ડ પાસે બાઈકને ઇકો કારના ચાલકે અડફેટે લેતા દંપતી ઘવાયું હતું. બન્નેને તાબડતોબ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપી વધુ સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
ગોંડલ તાલુકાના ચરખડી ગામે ખેત મજૂરી કામ કરતાં પપ્પુભાઈ મજાલદા તેમજ તેના પત્ની કાજલબેન ચરખડી થી રાજકોટ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ગોંડલ નવા માર્કેટયાર્ડ પાસે ઇકો કાર ચાલકે અડફેટ લેતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ધવાતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા કારચાલક માનવતા નેવે મૂકી નાશી છૂટ્યો હતો બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે યાર્ડ નજીક ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો

