Gujarat

સાવરકુંડલા શહેરનાં લોકતંત્રની જાગીર સમા પત્રકારત્વના પ્રહરી એવા સાવરકુંડલા શહેરના અગ્રણી પત્રકાર બિપીનભાઈ પાંધીનો આવતીકાલે જન્મદિવસ

તેમનાં જન્મદિવસ નિમિત્તે અગાઉથી જ શહેરનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
 સરકતાં સમયના પ્રતિબિંબને ચિરીને કાચનાં પાત્રની માફક તમે હવે સાચવી લેજો,  આયુષ્યનાં ઉંબરે ઉભેલી એ  એકલી અટૂલી પળને સંકોરી, બે ઘૂંટ અમી ભરેલીએ સંજીવનીના મખમલી અહેસાસનું આચમન કરી લેજો,  જીવનનો ખરો મર્મ કદાચ આ ઢળતી ઉંમરની સાંજે અધવચ્ચે પણ મળે!! રામ જાણે  આ અરણ્યના માળખા સમી જીવનની ઘટમાળનું ચક્ર ક્યારે અટકે?
પાંત્રીસ વર્ષ સુધી આ શહેરમાં શિક્ષણની ધુણી ધખાવીને સાવરકુંડલા શહેરનાં હજારો  વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં જેનું નોંધનીય યોગદાન છે એવાં સાવરકુંડલા શહેરનાં પ્રબુદ્ધ શિક્ષક,  સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા   તરીકે ખૂબ જ પ્રામાણિક રીતે ફરજ બજાવતા સાવરકુંડલાના  પત્રકાર  બિપીનભાઈ પાંધી (પાંધીસર)નો  આવતીકાલે જન્મદિવસ છે. આવતીકાલે તેઓ ૬૫ વર્ષ પૂર્ણ કરી અને ૬૬ માં વર્ષમાં પદાર્પણ કરશે. તેઓ સ્વભાવે સ્પષ્ટવક્તા અને આમ જનતાની સમસ્યાથી સુપરિચિત હોવાથી અને સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓના ખરાં અર્થમાં નાડપારખું તરીકે સમાજના વિવિધ સમુદાયના લોકોનાં સંપર્કમાં રહીને લોકપ્રશ્નોને પોતાની કલમ અને પત્રકારત્વના માઘ્યમથી તલસ્પર્શી આલેખન દ્વારા બુલંદ અવાજે વાચા  આપતાં રહે છે.
આમજનતાની સમસ્યાઓને કોઈ પણ પ્રકારની શેહ શરમ કે સંકોચ વગર સતત વાચા આપવા અવિરત ભગીરથ પ્રયાસ કરવો એ જ પત્રકારત્વનો શ્રેષ્ઠ ધર્મ ગણાય એવું પોતે ખુદ સ્પષ્ટપણે માને છે. એક પ્રભાવી મોટીવેશનલ સ્પીકર, સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા તથા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગૃતિ અભિયાન સંદર્ભે પણ તેમનું મહત્ત્વનું યોગદાન છે. તેમજ સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત સેમિનાર દ્વારા લોકોને વિવિધ કાનૂનની સમજ આપવા માટેનું પ્લેટફોર્મમાં સાવરકુંડલા તાલુકાના પેરા લીગલ વોલન્ટીયર તરીકે પણ તે પોતાની ફરજ બજાવી રહ્યા છે. શહેરનાં વિવિધ અગ્રણીઓએ તેમનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી રહ્યાં છે. તેમને જન્મદિવસની શુભેચ્છા ૯૪૨૯૦૭૭૨૮૩ ઉપર પણ પાઠવી શકાય છે.
બિપીન પાંધી