કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ વારસાઇ કાયદા અંગે ભારતમાં પૂર્વ લોકો ચીની, દક્ષિણના આફ્રીકન, પશ્ચિમના અરબી અને ઉત્તરના ગોરા જેવા દેખાય છે તે નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે જામનગરમાં ગુરૂવારે ભાજપ દ્રારા શામ પિત્રોડાના પૂતળાનું દહન કરી શરમ કરો શરમ કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

