લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીનું મતદાન આજે થઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર પણ વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ સહિત કુલ છ ઉમેદવારો મેદાનમાં છે અને કુલ 18,21,708 મતદારો 2205 મતદાન મથકો ઉપર મતદાન કરશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા એ પણ મતદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ પણ મતદાન કર્યું હતું.


