ભાજપ દ્વારા રાજ્યમાં જુદી જુદી સરકારી યોજનાના લાભાર્થીઓ માટેનું લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભથી વિકાસ પામેલા નાગરિકોના ઘરે જઈને તેમનો સંપર્ક કરી તેમને થયેલા લાભની વિગતો જાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા આ અંગે વડાપ્રધાન મોદીનો આભાર પત્ર આપવાના વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિક નકુમ વગેરે સાથે જિલ્લાના દસેય મંડળો તથા વિવિધ હોદ્દેદારો અને નગરપાલિકા, પંચાયતના વિવિધ સદસ્યો અને હોદ્દેદારો દ્વારા લાભાર્થીઓના વ્યાપક સંપર્ક કરવામાં આવ્યા છે.

ખંભાળિયા તાલુકાના 1074 બુથમાંથી 65 બુથોમાં 1021 લાભાર્થીઓ સંપર્ક, ખંભાળિયા શહેરમાં પણ 15 બુથમાં 86 લાભાર્થી સંપર્ક, સલાયાના 8 બુથમાં 21, ભાણવડના 6 બુથમાં 24, ભાણવડ તાલુકાના 16 બુથમાં 87, ઉપરાંત રાવલ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખા વગેરે સ્થળોએ 2277 લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.