Gujarat

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર જશુભાઈ રાઠવાને ભાજપે ટિકિટ આપી

 જશુભાઈ રાઠવા વડાપ્રધાનની ગુડ બુકમાં હતા
 છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ જશુંભાઈ રાઠવા જવાબદારી નિભાવી ચુક્યા છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું કમળ ખીલવામાં મોટો સીફાળો રહ્યો છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટી નું પ્રભુત્વ હતું તે વખતે સીમાંકન બદલાતા જશુભાઈ ભીલુંભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ છોટુભાઈ રાઠવા સામે 2017માં ચૂંટણી લડ્યા હતા. તે વખતે 1 હજાર જેટલા મતો થી જશુભાઈ રાઠવાની હાર થઇ હતી. ત્યાર બાદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીને તોડવા માટે મોરચો માંડીને ભાજપને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત કરી હતી. જયારે જશુંભાઈ રાઠવાએ 2019માં ભાજપમાંથી લોકસભાની ટીકીટ માંગી હતી. પરંતુ તે વખતે 8 ઉમેદવારો ભાજપમાંથી ટીકીટની રેસમાં હતા. ત્યારે ગીતાબેન રાઠવાની 2019માં ટિકિટ મળી હતી. ત્યારે જશુંભાઈ રાઠવાની લોકસભાની ટિકિટ કપાઈ હતી. ત્યારબાદ 2022 માં વિધાનસભાની ચૂંટણીમાં પણ જશુંભાઈ રાઠવા માંગતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા મોહનસીંગ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપએ 2022માં વિધાનસભાની ટિકિટ આપી હતી. ત્યારે જશુંભાઈ રાઠવા ભારે નારાજ થયા હતા. ત્યારે ભાજપ મોહડી મંડળ તેઓને સમજવવા માટે મેદાને પડતા વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર શરૂ થતાની સાથે સમજાવી લેવાયા હતા. જેને લઇ કદાવર નેતા જશુંભાઈ રાઠવાએ 2022ની  મેહનત કરીને જીતાડવામાં ફાળો હતો. અને ત્યાર બાદ કોઈ કારણોસર વિવાદ થતા જશુંભાઈ રાઠવાએ ભાજપના તમામ હોદા ઉપરથી રાજીનામુ પણ ધરી દીધું હતું. ફરીથી પ્રદેશ કક્ષાના નેતાઓએ છોટાઉદેપુર ખાતે આવીને સમજાવીને મામલો થાળે પાડી દીધો હતો. જયારે 2024 ની લોકસભાની ચૂંટણી આવતા ભાજપમાંથી 26 ઉમેદવારોએ ટિકિટ માંગી હતી. જેને લઇ ભાજપ મોહડી મંડળ પણ ગુંચવણમાં મુકાઈ ગયું હતું. ત્યારે બાદ વડાપ્રધાનના માનીતા નેતા જશુંભાઈ રાઠવાનું નામ જાહેર થતા છોટાઉદેપુર જિલ્લામાં ખુશી છવાઈ હતી. જયારે છોટાઉદેપુર લોકસભાના હાલના ચાલુ સંયોજક પણ હતા. હાલ તો નામ જાહેર થતાંની સાથે જ ભાજપના ક્રાર્યકરો અને હોદેદારો કામે લાગી ગયા છે. અને 5 લાખ થી વધુની લીડનો દાવો કરી રહ્યા છે.