Gujarat

સાવરકુંડલા શહેર ભાજપ કાર્યકર્તાઓએ મહારાષ્ટ્ર અને ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જીત બદલ ખુશી વ્યક્ત કરી

નગરપાલિકા પ્રમુખશ્રી ત્રિવેદી શહેર ભાજપ મહામંત્રીશ્રી, યુવા ભાજપ ટીમ તેમજ ભાજપ અગ્રણી જીતુભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી જીતના વધામણા કર્યા.

હાલ ચૂંટણીનો માહોલ હતો અને ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોએ ખૂબ જ દબદબા ફેર ચૂંટણીમાં પ્રચાર કરી આ લોકશાહીના પર્વમાં સૌ નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા તેમજ ગુજરાતની વાવ વિધાનસભાની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસની ખૂબ જ ધમાકેદાર ટક્કર સાથે લોકોને અચંભામાં લાવી દીધા હતા જેમાં આજરોજ તારીખ 23 ના રોજ ચૂંટણીનું પરિણામ આવ્યું અને મહારાષ્ટ્રમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીએ મેળવી તેમજ ગુજરાતની વાવ વિધાનસભાની બેઠક પણ ખૂબ જ રોમાંચક જીત ભાજપને મળી તે બદલ અમરેલી જિલ્લામાં ભાજપ સૂચના અનુસાર તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ વાવ અને ઉતરપ્રદેશ પેટા ચૂંટણી મા ભવ્ય વિજય બદલ આજ રોજ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે  સાવરકુંડલા શહેર દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરી જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી  શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજેશભાઈ નાગ્રેચા, યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્રસિંહ  રાઠોડ, ભાજપ અગ્રણી જીતુભાઈ કસવાલા, નગરપાલિકા સદસ્ય શ્રી કિશોરભાઈ બુહા, લલીતભાઈ મારુ, વરૂણભાઇ કુંભાણી, અનિલભાઈ ગોહિલ, મુન્નાભાઈ વેકરીયા સહિતના શહેર ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.