છોટાઉદેપુર જિલ્લાના કવાંટના બ્લોક હેલ્થ ઓફિસર તરીકે વહીવટ સંભાળતા હતા. અને નસવાડીના બ્લોક હેલ્થ ઓફિસરનો વધારાનો ચાર્જ હતો. બ્લોક હેલ્થ ઓફિસર કવાંટ તાલુકા નર્સ બહેનોએ ગંભીર આક્ષેપ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ ગંભીર નોંધ લઈને તેઓની બદલી નસવાડી તાલુકાના તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તરીકે કરવામાં આવી.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર તરીકે રેગ્યુલર પોસ્ટિંગ હતું નસવાડી ના બ્લોક હેલ્થ ઓફિસર નો ચાર્જ છેલ્લા છ માસ થી ડોક્ટર પ્રશાંત વણકર અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જયારે તેઓ કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સબ સેન્ટરોમાં ફરજ બજાવતી મહિલા નર્સ બહેનોને હેરાન પરેશાન કરતા તેઓએ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી ને કવાંટના બ્લોક હેલ્થ ઓફિસર વિરુદ્ધ રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ સમિતિ બેસાડી હતી. જેમાં મહિલા નર્સ બહેનો એ તમામ પુરાવા તપાસ સમિતિને સોંપતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
જયારે સમગ્ર તપાસનો અહેવાલ નો રિપોર્ટ ગાંધી નગરના આરોગ્ય નિયામકને પણ મોકલવામાં આવ્યો હતો. જયારે તપાસ દરમિયાન આચારસહિંતા ચાલતી હોવાથી બદલી થઇ શકે તેમ ના હોવાથી તપાસ થંભી ગઈ હતી. પરંતુ જિલ્લા વિકાસ અધિકારી આચારસહિંતા ઉઠતાની સાથે જ કવાંટ ના બ્લોક હેલ્થ ઓફિસર અને નસવાડીનો ચાર્જ તેઓ પાસેથી લઇ તેઓની બદલી નસવાડી તાલુકાના તણખલા ખાતે ડોક્ટર તરીકે કરવામાં આવી છે.
જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ કવાંટ અને નસવાડી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધિકારી તરીકેનો હોદ્દો છીનવીને તેની નીચેની પોસ્ટ ડોક્ટર તરીકે સામાન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મૂકી દીધા છે. જયારે આ બ્લોક હેલ્થ ઓફિસર 10 થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે તાલુકાના અધિકારી હતા હવે ડોક્ટર તરીકે ફરજ બજાવશે અધિકારીનો રૂતબો ધરાવી ને કર્મચારીઓને હેરાન પરેશાન કરવાની ગંભીર ફરિયાદો થઇ હતી જેને લઈને આ એક્સન લેવામાં આવી છે.