Gujarat

છોટાઉદેપુર તાલુકાના બોપા અને ભેંસા ગામે સદસ્યતા અભિયાન હેઠળ ભાજપના યુવા નેતા અને તાલુકા ભાજપ પ્રમુખે લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા

ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 હેઠળ છોટાઉદેપુર તાલુકાના બોપા અને ભેંસા ગામે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા અને છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા દ્વારા લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપના સદસ્ય બન્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રાઠવા અને ભાજપના નેતા મુકેશભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર