સાવરકુંડલા નગરપાલિકા ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ ની બજેટની મંજૂરી અંગેની “સામાન્ય સભા” મળી. જેમાં નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી. સાવરકુંડલાના વિકાસને વેગવાન બનાવતું આ બજેટ દેશનું ગ્રોથ એન્જીન એવા ગુજરાતના વિકાસને નવી ગતિ આપવા માટે મદદરૂપ બનશે.
