Gujarat

પાલનપુર આરટીઓ બ્રિજ નજીક કારને અકસ્માત, કારમાં સવાર પરિવારનો બચાવ

પાલનપુરમાં સોમવાર રાત્રે આબુ હાઈવે તરફ આરટીઓ બ્રિજ ઉતરતા તરફ કારને અકસ્માત સર્જાયો હતો.

ગજાનંદ મોટર્સની સામે બ્રિજ ઉતરતી અને ચઢતી વખતે બેરીકેડ મુકાયેલા છે. જેમાં પથ્થરના બેરીકેડથી કાર ટકરાઈ હતી અને એન્જીન આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે.

જેમાં સદ્દનસીબે કારમાં સવાર પરિવારનો બચાવ થયો હતો. ડબલ લેનને લાઈનમાં રાખવા ઓવરબ્રિજના છેડે પથ્થરના બેરીકેડ રાખ્યા છે.

જોકે વાહનો સ્પીડમાં ન ઉતરે અને બંને લેનમાં રહે એટલે ડિવાઇડર ગોઠવવામાં આવ્યા હતા.