સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,કઠલાલ તથા ગુજરાતી સાહિત્ય પરિષદ ,અમદાવાદના સયુંકત ઉપક્રમે અત્રેની કોલેજમાં ‘માતૃભાષા ગૌરવ દિનની ’ઉજવણી કરવામાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વ્રારા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.જેમાં મહામંત્રી સમીર ભટ્ટે માતૃભાષાદિનની શુભેચ્છા આપી તથા અનેક સર્જકોએ સુંદર પ્રસ્તુતિ આપી . ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કુસુમબેન એમ.પરદેશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.તેઓએ માતૃભાષાનું ગૌરવગાન કરતાં વિધાર્થીઓને અનુરોધ કર્યો કે પોતાની માતૃભાષા ગુજરાતીને શુધ્ધરૂપમાં બોલીએ.પોતાની ભાષાને વધુ શીખીએ, સમૃધ્ધ બનાવીએ તથા તેમણે એક કાવ્યનું સુંદર પઠન પણ કર્યું. ગુજરાતીના અઘ્યાપક ડૉ.વંદનાબેન રામીએ આખા કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું તથા લયાત્મક કાવ્યપઠન કર્યું.સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.દિવ્યનાથ શુક્લએ આભારવિધિ કરી હતી. અન્ય અધ્યાપકો અને વિધાર્થીઓએ ખુબ રસપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ૧૫૦ થી વધારે વિધાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા.
વિવિધ વિષયના વિધાર્થીઓ દ્વારા આ કાર્યક્રમમાં કાવ્યગાન ,કાવ્યપઠન જેવી અદભુત પ્રસ્તુતિ પણ કરવામાં આવી.