Gujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણી 

સરદાર પટેલ વિદ્યામંદિર વીણા તાલુકો નડિયાદ ખાતે આજરોજ તારીખ 21મી જૂન 2024 ને શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં ચાલતા એનએસએસના સ્વયંસેવકોના સહયોગથી યોગના જુદા જુદા આસનો કરાવવામાં આવ્યા હતા.
 
આ કાર્યક્રમમાં શાળાના કુલ 254 વિદ્યાર્થીઓ , શિક્ષક ભાઈ બહેનો, શાળાના આચાર્યશ્રી સંચાલક મંડળના સભ્યો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને  યોગમાં સહભાગી થયા હતા . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રશાંત ક્રિશ્ચિયને  એનએસએસના સ્વયંમ સેવકોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું .