Gujarat

બ્રાઈટ ઇન્ટરનેશનલ માં યોગ દિવસની ઉજવણી

21 જૂન, 2024 ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે માધવ ફાઉન્ડેશન સંચાલિત બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને યોગનું આપણા જીવનમાં મહત્ત્વ વિશે શાળાના ટ્રસ્ટી હસમુખભાઈ શાહ દ્વારા સમજ આપવામાં આવી. સંસ્થાના ડાયરેક્ટર ડૉ. નેહાબેન શાહે આ કાર્યક્રમમાં હાજર રહી યોગ વિશે પ્રેરણા આપી,શાળાના આચાર્ય ઉમેશ રાણા દ્વારા યોગ વિશે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, સમગ્ર યોગ અભ્યાસનું સંચાલન ભૂમિરાજ દ્વારા કરવામાં આવ્યું, જેમાં બાળકોને પ્રાણાયામ, યોગ, સૂર્યનમસ્કાર, મુદ્રા જેવી યોગક્રિયા શીખવીને તેઓ નિરોગી અને દીર્ઘાયુ ભોગવે તેવી પ્રેરણા આપી, શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું.