Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે પ્રશસ્તિ પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત નાં કોન્ફરન્સ હોલ ખાતે ટીબી મુક્ત પંચાયતના પ્રશસ્તિ પત્ર એનાયત માટે જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવા માટે આહવાન કરવામાં આવેલ છે, ટીબીમુકત ભારત અભિયાન અંતર્ગત દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે  સૌ પ્રથમ “મારું ગામ ટીબીમુકત ગામ”, મારી “પંચાયત ટીબીમુકત પંચાયત” અન્વયે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે વારાણસી ઉતરપ્રદેશ ખાતે થી ટીબી મુક્ત પંચાયત ની નવીન પહેલ નું અનાવરણ કરવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓને ટીબી સાથે સંકળાયેલી સમસ્યાઓ અને ટીબી રોગના વિશ્વવ્યાપી જોખમ ને સમજવા માટે અને આ સમસ્યાનાં નિવારણ માટે જરૂરી પગલાં લેવા ટીબી ને દુર કરવા માટે પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઉભી કરવા અને તેમના યોગદાન ની પ્રશંસા કરવાનો છે. જે અન્વયે ભારત સરકારે “ટીબી મુક્ત પંચાયત” નાં નક્કી કરવામાં આવેલ માપદંડ અંતર્ગત”ટીબીમુકત પંચાયત -૨૦૨૩ માટે છોટાઉદેપુર જિલ્લા માં અનુક્રમે કુલ ત્રણ પંચાયતો (૧)  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાજા હેઠળ ની ગ્રામ પંચાયત ચિલર‌વાંટ છોટાઉદેપુર (૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીકઢાઈ હેઠળ ની  ગ્રામ પંચાયત મોટીકઢાઈ, કવાંટ (૩)  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાસણા તાબાની ગ્રામ પંચાયત વાઘેથા, સંખેડા એમ કુલ ત્રણ  ગ્રામ પંચાયત નાં સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના હસ્તે પ્રશસ્તિ પત્ર તથા ગાંધીજીની કાંસ્ય પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ ટીબી મુક્ત ગ્રામ પંચાયતનાં માપદંડ સમજાવ્યા હતા. અને આવતા વર્ષે વધુમાં વધુ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરીને સન્માનિત કરીએ તેવી આશા વ્યક્ત કરી હતી,આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચૌબીસા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનહર રાઠવા, ડો.વિકાશ રંજન,ડો. પ્રશાંત વણકર ટીબી વિભાગના ડો.કુલદીપ શર્મા, કુલદિપ સિંહ ગોહિલ, વાલસિંગભાઈ રાઠવા સહિત કર્મચારીઓ અને ઉપરોક્ત જણાવેલ ગ્રામ પંચાયત નાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.