માંગરોળ તાલુકાના કંકાસા ગામમાં તા. 15/12/2024 ને રવિવાર,માગશર સુદ પુનમના રોજ સ્વ.જીણીબેન દેવાતભાઈ ચોચા,ઉ.વ.૮૦નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ ભીખનભાઈ દેવાતભાઈ ચોચા તથા રમેશભાઈ દેવાતભાઈ ચોચાના માતૃશ્રી થાય છે.તેમજ રહિજ ગામ ના યુવા સરપંચશ્રી ભરતભાઈ રામ ના ફઈ થાય છે.
સરપંચ શ્રી ભરતભાઈ દ્વારા ચક્ષુદાન અંગે પરિવાર ને માહિતગાર કરતા રહિજ ગામના વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિનેશભાઈ નંદાણિયાએ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અને ધર્મેશભાઈ ચાંડેરાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને વિપુલભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
રહિજ ગામના યુવા સરપંચશ્રી ભરતભાઈ રામ રેગ્યુલર રક્તદાતા છે અને મેડિકલ લાઈનમાં પણ સતત સેવાકાર્યમાં સહભાગી થાય છે.
આજના આ ચક્ષુદાનનો સ્વિકાર અરુણભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો.
ચક્ષુદાન સમયે નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
ચોચા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.જીણીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
જીણીબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા