દ્વારકાધીશ મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. જેને અનુલક્ષીને આગામી સોમવાર તારીખ 25મીના રોજ પૂનમના પવિત્ર દિને દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આના અનુસંધાને સોમવાર તારીખ 25ના રોજ શ્રીજીના દર્શનના સમયમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી પૂનમના રોજ ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં સવારે 6 વાગ્યે શ્રીજીની મંગળા આરતી બાદ બપોરે 1 વાગ્યે અનોસર (મંદિર બંધ) રહેશે. બપોરે 2 વાગ્યે ઉત્સવ આરતી તેમજ 2થી 3 દરમિયાન ઉત્સવના દર્શન ભક્તો કરી શકશે. બપોરે 3થી 5 દરમિયાન મંદિર બંધ રહેશે અને સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થઈ શકશે. તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારની એક યાદીમાં જણાવાયું છે.

