Gujarat

ફાયર NOC વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલો અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભિષણ આગની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલો તેમજ કોમર્શીયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ગેમ ઝોન બંધ કરાવવા ઉપરાંત સીલ મારવાની અને નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસતંત્રની 16 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે.

બંધ કરાવવામાં આવેલા ગેમ ઝોન

  1. ફન બ્લાસ્ટ, પ્રદર્શન મેદાન
  2. સમર મેલા, પ્રદર્શન મેદાન
  3. રિલાયન્સ મોલ, જુના પાદરા રોડ
  4. ઇવા મોલ, માજલપુર
  5. તક્ષ મોલ, વાઘોડિયા બાયપાસ
  6. સ્નો સિટી, લક્ષ્મીપુરા રોડ
  7. એડવેન્ચરા, સેવાસી
  8. ઇન ઓરબિટ મોલ, એલેમ્બિક રોડ
  9. સેવન સીઝ મોલ, ફતેગંજ