Gujarat

સાસુ વહુના ઝગડાનું સમાધાન કરાવતી છોટાઉદેપુર અભયમ ટીમ.

છોટાઉદેપુરના ગ્રામિણ વિસ્તાર માંથી પીડિત મહિલાનો ફોન આવતા જણાવ્યુ કે, તેમના સાસુ હેરાનગતિ કરે છે. મહિલા સાથે ઝઘડો કરી ઘરની બહાર કાઢી મુકેલ છે. 181 અભયમની મદદની જરૂર છે. તેથી 181 અભયમ ટીમ ધટના સ્થળે પોહચતાં જાણવા મળેલ કે પીડિત મહિલા તેમના પતિ સાથે અલગ રહે છે. બે બાળકો છે. મહિલાના પતિ નોકરી કરે છે. પરંતુ ઘરની કોઈ જવાબદારી ઉપાડતા નહિ. મહિલા જણાવે છે, કે હું ખેતીકામ કરી બાળકોનો અભ્યાસ કરાવું છું. મારા સાસુ અપશબ્દો બોલી કાયમ ઝગડો કરે છે.
બાળકો સાથે પણ સારું વર્તન કરતા ના હોવાથી બાળકોનું  ભવિષ્ય ના બગડે તે માટે ભવિષ્યનો વીચાર કરી હોસ્ટેલમાં મુકેલ છે. વારંવાર નાની નાની બાબતોમાં સાસુ  અપશબ્દો બોલી ગાળાગાળી કરતા હોય છે. આજે નાની બાબતમાં ઝગડો કરી સમાન સહિત ઘરની બહાર કાઢી મૂકતાં મદદ માગી હતી.
ટીમ દ્રારા બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી સાસુ અને પતિને કાયદાકીય સમજ આપી ગેરવર્તન ના કરવું સારું વર્તન કરવાની સમજણ આપી પતિને ઘરની જવાબદારીનું ભાન કરાવ્યું મહિલાના અધિકારો વિશે સમજાવી સાસુ અને પતિએ પોતાની ભૂલ સ્વીકાર કરી ફરી ભૂલ ના થઈ કહી રાજી ખુશીથી રહીશું કેહતા સુખદ સમાધાન કરાવેલ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર