Gujarat

છોટાઉદેપુરની કોર્ટે ૧૯ વર્ષની મહિલાની છેડતી કરી અસભ્ય વર્તન કરનાર આધેડને સજા ફટકારી છે

છોટાઉદેપુરની કોર્ટે ૧૯ વર્ષની મહિલાની છેડતી કરી અસભ્ય વર્તન કરનાર આધેડને સજા ફટકારી છે.છોટાઉદેપુરના પાનવડ ગામના મુકેશભાઈ કંચનભાઈ પ્રજાપતિ ને છોટાઉદેપુરની ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટે ત્રણ વર્ષની સખદ કેદની સજા અને ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. ગત તા.૧૭/૦૫/૨૦૨૧ ના રોજ બનેલ ઘતના અંગે પાનવડ પોલીસ મથકમાં ભોગ બનનારે છેડતી અને એક્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોધાવી હતી. નામદાર કોર્ટે એક્રોસીટી એક્ટ હેઠળ તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખદ કેદની સજા અને રૂપિયા ૧૦ હજારનો દંડ તેમજ છેડતી અંગેની કલમો હેઠળ તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની સખદ કેદની સજા અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ અંગે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પાનવડ મુકામની ઘટના છે. આ કામના ભોગ બનનાર બજારમાં સમાન લેવા આવ્યા હતા. જે સમયે આરોપી મુકેશભાઈ કંચનભાઈ પ્રજાપતિ પાનવડ થી રાયછા જતા રોડ પર ભોગ બનનારને પકડી “ મારે તારી  સાથે ખોટું કામ કરી તને રાખવી છે ” તેમ કરી છેડ્તાની કરી તેને જાતી વિશાયક શબ્દો બોલી બાબતનો કેસ છોટાઉદેપુર ડીસ્ટ્રીક જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને એક્રોસીટી એક્ટના ગુના હેઠળ તેને ત્રણ વર્ષની સખદ કેદ અને ૧૦ હજાર રૂપીયાનો દંડ ફટકાર્યો હતો. અને તેની છેડતાની કરવા બદલ ત્રણ વર્ષની સખદ કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકારી હુકમ કરેલ છે.એમ સરકારી વકીલે જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર