Gujarat

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં આઠ ટ્રકો અને 20 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા દસ દિવસમાં કેવડી, અલસીપુર, નસવાડી રોડ, સંખેડા ખાતેથી 8 ટ્રકો, તેમજ અલહાદપુરા,માકની ,મોટી રાસલી, લોઢણ, કુકણા , જબુગામ કોટાલી છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા 20 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 2 કરોડ 80 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર