Gujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગમય બનતો છોટાઉદેપુર જિલ્લો

સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી
૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખુબ જ આવશ્યક છે. યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત ખુટાલીયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
 
કાર્યક્રમના પ્રારંભે સર્વેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીનું પ્રાસંગિક ઉદ્દબોધન સાંભળ્યું હતું.
આ તકે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહીતના અધિકારી-પદાધિકારીઓ પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા.