છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના અનુસાર છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે ગાંઠીયા ગામ પાસે કોતર વિસ્તારમાંથી એક ઇટાજી મશીન અને એક ટ્રકને બિન અધિકૃત રેતીનું ખનન અને વહન કરતાં ઝડપી પાડ્યું છે. ખાન ખનીજ વિભાગે આશરે 50 લાખથી વધુનો મુદ્દામાલ ખાન ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.