Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશનના સિંગલજા ગામે રહેણાંક મકાનમાંથી કિ.રૂ.૧,૬૮,૭૪૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

 આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક ઇસમ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહિ મુદ્દામાલ સંતાડી રાખેલ છે જે હકીકત આધારે સિંગલજા ગામે રહેણાંક મકાનમાં પ્રોહિ રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૬૮,૭૪૦/- નો મુદામાલ સાથે આરોપી ઓડરભાઇ અમદાભાઇ રાઠવાને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.