Gujarat

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે બોડેલી તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના વાઘવા ગામે ૨ પ્રાથમિક શાળાના ઓરડાઓ તેમજ પેટા આરોગ્ય કેન્દ્રનું ૩૫ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફાટા ગામે પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૭૯.૯૯ લાખના ખર્ચે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના મોતીપુરા (વા) પ્રાથમિક શાળાના જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૧ કરોડ ૦૯ લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના ડભેરાઈ ગામે એપ્રોચ રોડ પર સ્લેબડ્રેઈન ૭૯.૯૯ લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના વાલોઠી ગામે સ્લેબડ્રેઈન ૧૭૯.૩૨ લાખ ની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના વાલોઠી ગામે ૩ પ્રાથમિક શાળાના ઓરડાઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના ફતેપુર ગામે પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૬૯.૯૫ લાખનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેઓની સાથે ઉપસ્થિત બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ, સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ગ્રામ પંચાયતના સરપંચો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.