Gujarat

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા એન.ડી.પી.એસ.ના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય, એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન. તડવી નાઓ ઓફિસ ખાતે હાજર હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભુત બાતમી હક્કિત મળેલ કે, રૂમડીયા ગામે રહેતા કૈલાશભાઇ ઉર્ફે કૈલેશ ખાપરીયાભાઇ રાઠવા નાઓ પોતાના કબજાના માળવાળા ખેતરમા શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થના છોડ ઉગાડેલ છે.
જે હકિકત આધારે, કૈલાષભાઇ ઉર્ફે કૈલેષ ખાપરીયાભાઇ રાઠવા ઉ.વ.૩૭ ધંધો,ખેતી રહે, રૂમળીયા ગામ તા. કવાંટ જી. છોટાઉદેપુર નાઓના કબજા ભોગવટાના ખેતરમાં તપાસ કરતા કપાસના વાવેતરમાં છુટા છવાયા વાવેતર કરેલ ગાંજાના છોડની જગ્યાની માપણી કરતા આશરે ૨૫X ૧૦૦ મીટરના કપાસના વાવેતરમાં છૂટા છવાયા માદક વાસ વાળા આરાની ધાર જેવા લાંબા લીલા પાંદડા,કુણા બીજવાળા, ડાળખા સહિતના આશરે ૨ ફુટ ૫ ઇંચ થી લઇને ૮ ફુટ ૮ ઇંચ ની ઉંચાઇ સુધીના માદક વાસવાળા વનસ્પતિ જન્ય ગાંજાના છોડ હોવાનુ જણાવેલ હોય જે મળી આવેલ ગાંજાના સુકા તથા લીલા છોડ નંગ -૧૬ નુ વજન ૨.૨૩૦ કિ.ગ્રામ જેની કુલ કિ.રૂ. ૨૨,૩૦૦/- ગણી ના મુદામાલ સાથે મળી આવતા આરોપીએ ગુનો કરેલ હોય જેઓના વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર