Gujarat

આમીરખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દૂ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું

છોટાઉદેપુર નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિકસ OTT પ્લેટફોર્મ ઉપર પ્રસારિત રહેલી  આમિર ખાનની મહારાજ ફિલ્મના અમુક દ્રશ્યોમાં સનાતન હન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
જેથી રોષે ભરાયેલા ભક્તોએ આજરોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર મામલતદાર અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને આ ફેલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી.