રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુરએ આદીવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે , છોટાઉદેપુરના કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે , ત્યારે અહિ ત્રણેય રાજ્યના આદીવાસીઓ ની વિશેષ સંસ્ક્રુતિ પરંપરા અને જિવન શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે, આદીવાસીઓમા હોળી એ સૌથી મોટો અને મહ્ત્વનો તહેવાર મનાય છે અને તેથીજ આ પંથકના આદીવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશ ના ગમે તે ખુણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યા નોકરી કરતા હોય અભણ હોય કે ઉચ્ચઅભ્યાસ ધરાવતા અધિકારી હોય સૌ કોઈ પોતાના વતનમા ફરજિયાત પરત ફરે છે,

અને હોળી વિષયક મેળાઓની તૈયારી મા જોતરાઈ જાય છે, હોળી પુર્વે અને બાદમા સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામો મા વિવિધ મેળાઓ યોજાય છે , જેમા સૌથી મોટો અને સુપ્રસિધ્ધ કવાંટ નો ગેર નો મેળો ગણાય છે , વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપુર્ણ થતા પોતાના ઈષ્ટ દેવ ને આપેલા વચન ને નિભાવવા આદીવાસીઓ આદીમાનવ સહિત ગેરૈયાઓનો વિવિધ સ્વરુપ ધારણ કરે છે, અને પોતાની બાધા પ્રમાણે ગેર ની ભીખ માંગે છે,જેને ગોઠ પણ કહેવાય છે અને આ રક્મ થી તેઓ પોતાની માનતા ની વિધિ પુર્ણ કરે છે,અને એટલેજ આ મેળાને ગેર નો મેળો કહેવાય છે , મેળામા આદીવાસીઓ ઢોલ નગારા પાવા ના તાલે ઘુઘરા બાંધી જે ટીમલી ન્રુત્ય કરે છે જે આકર્ષણનુ કેન્દ્ર બને છે, મેળા ને જોવા દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવે છે.