સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે એક દલિત સમાજનો યુવાન સમાજને નવો રાહ બતાવ્યો આર્મીની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી પોતાના માદરે વતન આવતાની સાથે દરેક સમાજના અગ્રણીઓ તેમજ બાળકો તેમજ મહિલાઓ દ્વારા આ યુવાન જીતુભાઈ ભરતભાઈ ખીમસુરીયાને ફુલહારથી સન્માનિત કરી આખા ગામમાં ડીજે સાથે તેમના મિત્ર વર્તુળ સર્કલ તમામ ઉપસ્થિત રહી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ત્યારબાદ તમામ ગામના અગ્રણીઓ તેમજ યુવાનો શાળાના બાળકો અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા આહીર સમાજની વાડીમાં આ નવયુવાનનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશને માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા આયુવાન સમાજને આગળ ભણી અને આર્મીમાં જોઈન્ટ કરવા યુવાઓને આહવાન કરવામાં આવેલ . સરપંચ તેમજ ગામના વડીલો દ્વારા શાલ ઓઢાડીને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

