Gujarat

જોડીયા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં બાલાચડી ગામના બાળકોએ શાળાનું ગૌરવ વધાર્યું

જોડિયા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો જે ડી વી કન્યાશાળા જોડીયા ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં અલગ અલગ પાંચ વિભાગમાં જોડિયા તાલુકાની પ્રાથમિક શાળાઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શ્રી બાલાચડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગજીયા રેહાન ઉંમર ભાઈ અને વાઘેલા જયરાજસિંહ ઇન્દ્રસિંહ દ્વારા વિભાગ-૨ પરિવહન અને પ્રત્યાયનમાં સ્પેસ શટલ અને ચંદ્રયાનનું મોડેલ રજૂ કર્યું હતું.
જેમાં સમગ્ર જોડિયા તાલુકામાં શ્રી બાલાચડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું તથા ગામનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ જરૂ અને સમગ્ર શિક્ષક ગણ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટર=શરદ એમ.રાવલ