Gujarat

વેરાવળ ની શ્રી હરિનગર હાઉસિંગ સોસાયટી બાળાઓ કરી રહી છે. માતાજી ની આરાધના 

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની હરિનગર હાઉસિંગ સોસાયટી માં છેલ્લા વિસ વર્ષ થી ગરબી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. જેમાં સરકાર શ્રી ની ગાઇડલાઇન મુંજબ CCTV કેમેરા, તેમજ આગ ને ઓલવવા માટે ના સેફટી સહીત ની સુરક્ષા ને વિશેસ પ્રાધાન્ય અપાય રહ્યું છે.
ફાયર ના સાધનો પણ ગરબી મંડળ દ્વારા ગરબી મહોત્સવ ના સ્થળો પર મેડિકલ ઇમરજન્સી માટે કાર્યરત કરાયા છે.જેમાં અહીંયા નવરાત્રી માં સુંદર શણગાર, રોશની સાથે દાંડિયા રાસ નું વિશિષ્ટ આયોજન કરાયું છે.દરરોજ સાંજે સામુહિક આરતી સોસાયટી ની રહીશો ઉતારે છે. તેમજ બાળાઓ પણ અવનવા પ્રાચીન અર્વાચીન રાસ રમી ગરબે ધૂમિ ને માતાજી ની આરાધના કરી રહી છે. જેમાં નવરાત્રી દરમ્યાન માતાજી ની આરતી પૂજન અર્ચન સાથે ગરબા નો પ્રારંભ કરવામાં આવે છે.

અંબિકા ગરબી મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષ થી ગરબી મહોત્સવ નું જાજરમાન આયોજન કરવામાં આવે છે.અહીંયા ગરબી મહોત્સવ માં છાઠ થી વધુ બાળાઓ માતાજી ની આરાધના કરી રહી છે.ગતરોજ સુખાભાઈ ફળદુ, વિજયભાઈ બકોરી, ભાર્ગવભાઈ ફળદુ, યોગેશભાઈ વાછાણી,અને દિપકગીરી બાપુ સહીતના પરિવાર ના સદસ્યો સાથે આરતી ઉતારેલ હતી.આયોજન ના ભાગ રૂપે અહીંયા નો પ્રચલિત ભુવા રાસ,મોગલ રાસ. ટિપ્પણી રાસ,ધુમ્મર રાસ, ગોપી ક્રિષ્ના લીલા રાસ, તેમજ નાના ભૂલકાઓ પણ તલવાર રાસ,લાઠી રાસ સહીત ના પ્રાચીન રાસો પેશક્સ કરે છે.જેમને નિહાળવા મોટી સંખ્યા માં સોસાયટી ના રહીશો ઉમટી પડે છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ