આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, (૧) છોટાઉદેપુર પો.સ્ટે – એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૦૯૪૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ તથા (૨) હાલોલ ટાઉન પો.સ્ટે એ-છે પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૮૨૦૧૦૯૩/ ૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી ઇસમ કિશનભાઇ ઉર્ફે કરશન વેસ્તાભાઇ ચૌહાણ નાનો ચોરીની મોટર સાયકલ સાથે મિઠાલી ગામે આવેલ છે જે મેં હકીકત આધારે મિઠાલી ગામે જઇ બાતમી હકીકત વાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી તે મોટર સાયકલના માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી સદર મોટર
સાયકલના એન્જીન તથા ચેચીસ નંબર પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા તેનો સાચો નંબર GJ-17-BK-9617 ની હોય જે મો.સા જાંબુઘોડા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૭૦૧૩૧૨૨૩૦૨૬૭-૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ ગુનો નોંધાયેલ હોય તથા વધુ પુછપરછ કરતા રીકવર કરેલ મોટર સાયકલ જેનો રજી નંબર GJ-06-MQ-5525 ની વાઘોડીયા પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાની હકીકત જાણાયેલ જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.