Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

 નારી વંદન ઉત્સવ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખની સુચના મુજબ મહિલાઓને સન્માન મળે મહિલાઓની જાગૃતિ થાય એના માટે વંદન દોડનું છોટાઉદેપુર નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજજનબેન રાજપૂત, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન જોશી સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.