Gujarat

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને જીલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચૂંટણી અઘિકારી અનિલ ધામલિયા દ્વારા લોકસભા ચૂંટણીના સુચારુ આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી

  છોટાઉદેપુર 21 લોકસભા સંસદીય મત વિસ્તાર માં કુલ 7 વિધાનસભા આવેલી છે. જેમાં હાલોલ, છોટાઉદેપુર, પાવીજેતપુર, સંખેડા, ડભોઇ, પાદરા અને નાંદોદનો સમાવેશ થાય છે. જેમાં કુલ 1,822 મતદાન સ્થળ માં 2,205 મતદાન મથકો આવેલાં છે જેમાં કુલ 18,14,194 મતદારો મતદાન કરશે. લોકસભા બેઠકમાં આવેલી સાત વિધાનસભામાં 9,28,081પુરુષ મતદારો છે. જ્યારે સ્ત્રી મતદારો 8,86,096 મતદારો નોંધાયા છે. જ્યારે અન્ય મતદારો 17 છે. કુલ 18,14,194 મતદારો મતદાન કરશે. આ અંગે લોકસભા ચૂંટણી ના કામે વ્યવસ્થા ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ જીલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામલિયા એ જણાવ્યુ હતું.