નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ તા.22/06/2024ના રોજ જીલ્લા ન્યયાલય,છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાહેબ, છોટાઉદેપુર એમ.જે.પરાશર સાહેબ ના અદ્યક્ષ સ્થાને તથા ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનુ આયોજન થયુ હતું.
જેમા સીવીલ તથા ક્રીમીનલ કેસો મળીને એમ કુલ 458 કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવેલ છે. તથા સ્પે સીટીંગ થી કુલ 3861 કેસો નીકાલ કરેલ છે. વધુમાં બેન્ક, એમ.જી.વી.સી.એલ તથા આર.ટી.ઓ. ના ઇ. ચલણ એમ કુલ 1118 પ્રીલીટીગેશન કેસોનો નીકાલ કરવામાં આવેલ છે. એમ જણાવ્યું છે.

