Gujarat

છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાહેબ, છોટાઉદેપુર એમ.જે.પરાશર સાહેબના અદ્યક્ષસ્થાને તથા ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા સીવીલ તથા ક્રીમીનલ કેસો મળીને એમ કુલ 546 કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવેલ છે. તથા સ્પેસીટીંગ થી કુલ 3,463 કેસો નીકાલ કરેલ છે. વધુમાં બેન્ક, એમ.જી.વી.સી.એલ તથા આર.ટી.ઓ. અને ઇ ચલણ એમ કુલ 1178 પ્રીલીટીગેશન કેસોનો નીકાલ કરવામાં આવેલ છે. એમ જણાવ્યું હતું.
રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર