Gujarat

છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને  કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે

છોટાઉદેપુર જિલ્લાના મધ્યાન ભોજન ના સંચાલકો છોટાઉદેપુર નગરમાં આવેલ બાગ ખાતે ભેગા થયા હતા. અને વિશાળ સંખ્યામાં ભેગા થઈને છોટાઉદેપુર નગરમાં રેલી યોજીને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર શાળાઓમાં મધ્યાહન ભોજનનું સંચાલન NGO ને આપતી હોવાના આરોપ સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને જો સરકાર આવું કરશે તો આગામી દિવસોમાં સંચાલકોએ આંદોલન કરશે. તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર